‘રાડો’ના ટ્રેલરમાં શહેરના યુવાનો રસ્તા પર ઉતરી આવીને હોબાળો મચાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ પોલીસ અને રાજકારણની તાકાતની વાત પણ આ ટ્રેલરમાં જોવા મળી રહી છે. ‘રાડો’માં જાણીતા ગુજરાતી કલાકારો જેવા કે હિતુ કનોડિયા, યશ સોની, હિતેન કુમાર, પ્રતીક રાઠોડ, ડેનિશા ઘુમરા, તરજાની ભદલા, નીલમ પંચાલ, ચેતન ધૈયા, પ્રાચી ઠાકર અને ગૌરાંગ આનંદ વગેરે મુખ્ય રોલમાં જોવા મળી રહ્યા છે.