ટીમ ઈન્ડિયાનો મેચ વિનર પ્લેયર અને બોલર જસપ્રીત બુમરાહ હાલ ઈજાગ્રસ્ત છે. 2019થી તેને પીઠના ભાગે ઈજાના કારણે તે હાલ ટીમમાંથી બહાર છે. ત્યારે વર્લ્ડ કપમાં તેની વાપસી થશે કે કેમ એ પણ એક સવાલ છે. જેથી જસપ્રીત બુમરાહ હાલ પોતાની સર્જરી કરાવવા માટે ન્યૂઝિલેન્ડ પહોંચ્યો છે. સર્જરી બાદ તેને સાજો થવામાં લગભગ 3-5 મહિનાનો સમય લાગી શકે છે. ત્યારે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ પણ હાલ ચિંતામાં જોવા મળી રહ્યું છે.