29 વર્ષીય ચંદે મેજર ક્રિકેટ લીગ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (Big Bash League)માં રમાનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેણે આ વર્ષની શરૂઆતમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે હાલમાં ટ્વિટર પર એક તસ્વીર શેર કરીને ફિલિસોફિકલ અંદાજમાં કેપ્શન લખ્યું હતું.
હાઈલાઈટ્સ:
- ઉન્મુક્ત ચંદની આગેવાનીમાં ભારતીય ટીમે 2012માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો
- જોકે, ઉન્મુક્ત ચંદની કારકિર્દીને વેગ મળ્યો ન હતો અને બાદમાં તેણે અમેરિકામાં ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો હતો
- ઉન્મુક્ત ચંદ બાદમાં બિગ બેશ લીગમાં પણ રમ્યો અને આ લીગમાં રમનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો
29 વર્ષીય ચંદે મેજર ક્રિકેટ લીગ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (Big Bash League)માં રમાનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેણે આ વર્ષની શરૂઆતમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે હાલમાં ટ્વિટર પર એક તસ્વીર શેર કરીને ફિલિસોફિકલ અંદાજમાં કેપ્શન લખ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે એક એથ્લેટે ઈજાઓનો સામનો કરવો પડતો હોય છે અને તેણે પોતાના ફોલોઅર્સને પણ સાવધાની રાખવાની સલાહ આપી હતી.
તેણે આંખ પર આવી ગયેલા સોજા સાથેની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, એક એથ્લેટ માટે સરળ નથી હોતું. ક્યારેક તમે વિજેતા બનીને ઘરે આવો છો તો ક્યારેક તમારે નિરાશા સાથે પરત ફરવું પડે છે. ક્યારેક તમે ઈજાઓ સાથે ઘરે આવો છો. હું ભગવાનનો આભાર માનું છું કે હું મોટી દુર્ઘટનામાંથી બચી ગયો. શાનદાર રમો પરંતુ સુરક્ષિત રહો. તમારી શુભેચ્છાઓ માટે આભાર.
થોડા સમય અગાઉ તેણે એક અંગ્રેજી મીડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતમાં તકના અભાવના કારણે તેણે અમેરિકા જવાનો નિર્ણય લીધો તેનાથી તે ખુશ છે. તેણે કહ્યું હતું કે, દિલ્હી ટીમના પસંદગીકારોએ બે વર્ષ સુધી મારી અવગણના કરી હતી. હું ઘણો અકળાઈ ગયો હતો અને સમજી શકતો ન હતો કે શા માટે DDCA મને તક આપી રહ્યું નથી. તેથી હું એક સિઝન માટે ઉત્તરાખંડ ગયો. ત્યારે ઈજાના કારણે મારી રમતને અસર થઈ હતી. તેથી જ્યારે મને યુએસએ ક્રિકેટ તરફથી ઓફર આવી ત્યારે મેં મારી કારકિર્દીને નવેસરથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મેં જે નિર્ણય લીધો હતો તેનાથી હું ઘણો ખુશ છું.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ