Today News

ભારત પ્રવાસ પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, ત્રણ સ્ટાર ખેલાડી થયા આઉટ – india vs australia t20 series 2022 mitchell starc, mitchell marsh and marcus stoinis rested for india tour

ભારત પ્રવાસ પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, ત્રણ સ્ટાર ખેલાડી થયા આઉટ - india vs australia t20 series 2022 mitchell starc, mitchell marsh and marcus stoinis rested for india tour


Australia Tour India 2022: એશિયા કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે સૌથી મહત્વની ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) છે. જોકે, તે પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી20 મેચની સીરિઝ રમશે જ્યારે સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ રમશે. આ માટે ભારતીય બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, ભારત સામેની સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેના ત્રણ સ્ટાર ખેલાડી મિચેલ માર્શ, મિચેલ સ્ટાર્ક અને માર્ક્સ સ્ટોઈનિસ ભારત સામેની સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. આ ત્રણેય ખેલાડીઓ ઈજાના કારણે ભારત પ્રવાસે આવી શકશે નહીં.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)એ જણાવ્યું છે કે આ ખેલાડીઓની ઈજા નાની છે પરંતુ આગામી મહિનાથી ઘરઆંગણે રમાનારા ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેઓ કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ તેના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર (David Warner)ને પણ આ સીરિઝ માટે આરામ આપ્યો છે. ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ સ્ટાર્ક, માર્શ અને સ્ટોઈનિસના સ્થાને નાથન એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન એબોટને ટીમમાં સામેલ કર્યા છે.

મિચેલ માર્શ અને સ્ટોઈનિસને ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વન-ડે સીરઝ દરમિયાન ઈજા થઈ હતી. જ્યારે સ્ટાર્કને ઘૂંટણમાં ઈજા થઈ છે અને બુધવારે તેનો સ્કેન કર્યા બાદ તેને ભારત પ્રવાસમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારત પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ રમશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝ રમાશે. જેની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી20 મોહાલીમાં રમાશે. જ્યારે 23 સપ્ટેમ્બરે નાગપુરમાં બીજી મેચ રમાશે અને ત્યારપછી હૈદરાબાદમાં 25 સપ્ટેમ્બરે ત્રીજી અને અંતિમ મેચ રમાશે.

Exit mobile version