India vs Australia 2nd T20: પ્રથમ ટી20માં 209 રનનો લક્ષ્યાંક ભારતીય બોલર્સ બચાવી શક્યા ન હતા. જ્યારે બીજી મેચમાં બોલર્સે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે સુકાની એરોન ફિંચ અને કેમેરોન ગ્રીન ઓપનિંગમાં આવ્યા હતા. પરંતુ ટીમનો સ્કોર 14 રનનો થયો ત્યારે ગ્રીન રન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ રન નોંધાવ્યા હતા.
એરોન ફિંચ અને મેથ્યુ વેડની આક્રમક બેટિંગ
પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે સુકાની એરોન ફિંચ અને કેમેરોન ગ્રીન ઓપનિંગમાં આવ્યા હતા. પરંતુ ટીમનો સ્કોર 14 રનનો થયો ત્યારે ગ્રીન રન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ બેટિંગમાં આવેલો ગ્લેન મેક્સવેલ પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો. જ્યારે ટિમ ડેવિડ પણ અક્ષરનો શિકાર બન્યો હતો. તેણે બે રન નોંધાવ્યા હતા. જોકે, એરોન ફિંચ અને બાદમાં વિકેટકીપર મેથ્યુ વેડે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી જેના કારણે ટીમ મોટો સ્કોર નોંધાવી શકી હતી. ફિંચ 15 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે 31 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મેથ્યુ વેડે તોફાની બેટિંગ કરતા 20 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 43 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ભારત માટે અક્ષર પટેલે બે તથા જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ