Today News

ફિલ્મ Jaysuk Zdpayoમાં દર્શકોને હસાવશે Johny Lever, તેમનું ગુજરાતી સાંભળવાની મજા આવશે – jaysuk zdpayo film released in theatre johny lever and jimit trivedi will give you laughter doze

ફિલ્મ Jaysuk Zdpayoમાં દર્શકોને હસાવશે Johny Lever, તેમનું ગુજરાતી સાંભળવાની મજા આવશે - jaysuk zdpayo film released in theatre johny lever and jimit trivedi will give you laughter doze


ડિરેક્ટર ધર્મેશ મહેતા (Dharmesh Mehta), જેઓ તેમની ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ માટે જાણીતા છે, તેઓ હવે તેમની ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ (Jaysuk Zdpayo) માટે પ્રોડ્યૂસર બન્યા છે. ફિલ્મ આજે (3 જૂન) રિલીઝ થવાની છે, જેમાં જોની લીવર (Johny Lever), જીમિત ત્રિવેદી (Jimit Trivedi), હાર્દિંક સાંગાણી (Hardik Sangani), પૂજા જોશી (Puja Joshi), અનંગ દેસાઈ (Anang Desai), સાંચી પેશ્વાની (Sanchi Peswani), મોનાઝ મેવાવાલા (Monaz Mevawala), સંગીતા ખાનયત (Sangeeta Khanayat) અને હેમાંગ દવે (Hemang Dave) જેવા ટેલેટેન્ડ એક્ટર્સ છે. ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ કોમેડી ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે ‘ફિલ્મ ફન અને એન્ટરટેન્મેન્ટથી ભરપૂર છે, જે દર્શકો માટે સ્ટ્રેસ-બસ્ટર સાબિત થશે’

મિડલ ક્લાસ પરિવારમાંથી આવતો Yash Soni આજે બની ગયો છે પોપ્યુલર એક્ટર, પરંતુ હજી ખતમ નથી થયો આર્થિક સંઘર્ષ
જીમિત ત્રિવેદી, જે ફિલ્મમાં ‘જયસુખ’નું પાત્ર ભજવી રહ્યો છે તેણે કહ્યું હતું કે ‘મહામારીએ આપણા ચહેરા પરનું સ્મિત છિનવી લીધું છે પરંતુ આ ફિલ્મ સાથે દર્શકો હસતાં-હસતાં થિયેટરમાંથી બહાર નીકળશે’.

ગુજરાતી ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં જોની લીવરે કહ્યું હતું ‘મેં મારા કરિયરની શરૂઆત ગુજરાતીઓ સાથે ગુજરાતના અલગ-અલગ સ્થળોએ લાઈવ શોમાં પર્ફોર્મન્સ આપીને કરી હતી. તેથી હું ગુજરાતી સારી રીતે બોલી શકું છું અને આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો’.

Naadi Doshમાં Yash Soni સાથે છે Janki Bodiwalaના ઈન્ટિમેટ સીન, કેવી રીતે શૂટ કરવામાં આવ્યા એક્ટ્રેસે જણાવ્યું
ધર્મેશ મહેતાએ ઉમેર્યું હતું કે ‘ફિલ્મમાં ત્રણ સોન્ગ છે અને ટાઈટલ સોન્ગ સુખવિંદર સિંહે ગાયું છે. આ તેમનું પહેલું ગુજરાતી ગીત છે. બીજુ સોન્ગ ગુજરાતી અને ઈંગ્લિશનું મિશ્રણ છે, તેને ભૂમી ત્રિવેદીએ અવાજ આપ્યો છે. ત્રીજું સોન્ગ રોમેન્ટિક ડ્યુએટ છે, જેનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે અને તેને જાવેદ અલી તેમજ પલક મુંછાલે સુંદર રીતે ગાયું છે. ત્રણેય સોન્ગ અલગ-અલગ જોનરના છે અને તેના લિરિક્સ કવિ તેમજ ગીતકાર મેધા અંતાનીએ લખ્યા છે. સોન્ગને કમ્પોઝ કશ્યપ સોમપુરાએ કર્યા છે’.

બોલિવુડ ફેમ અમિત આર્યન ફિલ્મના સ્ક્રીનરાઈટર છે, જ્યારે ડાયલોગ બોલિવુડના ટેલેન્ટેડ ડિરેક્ટર-રાઈટર સંજય છેલે લખ્યા છે. નમનરાજ પ્રોડક્શનના બેનર હેઠળ, ફિલ્મનું પ્રોડક્શન ધર્મેશ મહેતાએ કર્યું છે, સમીર દોશી, પ્રવીણ બોહરા અને મિનશ મહેતા કો-પ્રોડ્યૂસર છે.

‘જયસુખ ઝડપાયો’ ફિલ્મ લાફ્ટર ડોઝ આપશે અને ટીમને આશા છે કે દર્શકોને આખો અનુભવ પસંદ આવશે.

Exit mobile version