Today News

પોતાના કરિયરની 100મી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાએ બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, વિશ્વનો 8મો બેટ્સમેન બન્યો – cheteshwar pujara made unwanted record in his 100th test match

પોતાના કરિયરની 100મી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાએ બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, વિશ્વનો 8મો બેટ્સમેન બન્યો - cheteshwar pujara made unwanted record in his 100th test match


Cheteshwar Pujara 100th test: દિલ્હીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. દિલ્હી ખાતેની ટેસ્ટ મેચમમાં ભારતની પહેલી ઈનિંગ દરમિયાન ચેતેશ્વર પૂજારા એક પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. મહત્વનું છે કે, આ તેના ટેસ્ટ કરિયરની 100મી ટેસ્ટ મેચ હતી. પોતાના કરિયરની 100મી ટેસ્ટ મેચમાં ભારતની પહેલી ઈનિંગ દરમિયાન પુજારા ઝીરો પર આઉટ થયો હતો. આવું થતાં જ તેનું નામે એક અનિચ્છનિીય રેકોર્ડ નોંધાયો છે. તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કરિયરની 100મી ટેસ્ટમાં ડક પર આઉટ થનારો વિશ્વનો આઠમો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં આવો અનિચ્છનીય રેકોર્ડ વેંગસરકર, એલન બોર્ડર, માર્ક ટેલર, સ્ટીફન ફ્લેમિંગ, કર્ટની વોલ્સ, બ્રેંડન મૈકુલમ અને એલિએસ્ટર કુકના નામે બની ચૂક્યો છે. સૌથી પહેલો આવો અનિચ્છનીય રેકોર્ડ ભારતના બેંગસરકરના નામે નોંધાયો હતો.

100મી ટેસ્ટમાં 0 પર આઉટ થનારા ખેલાડીઓ
દિલીપ વેંગસરકર
એલન બોર્ડર
માર્ક ટેલર
સ્ટીફન ફ્લેમિંગહ
કર્ટની વોલ્શ
બ્રેંડન મૈકુલમ
એલિસ્ટેયર કુક
હવે ચેતેશ્વર પુજારા
ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ઓપનર બની શકે છે BCCIના ચીફ સિલેક્ટર, સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્માએ છોડ્યું છે પદ
સચિનની સૌથી વધુ 200 ટેસ્ટ
તો બીજી તરફ, પુજારા ભારત તરફથી 100મી ટેસ્ટ રમનારો 13મો ખેલાડી પણ બન્યો છે. ભારત અને વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ મેચ સચિન તેંડુલરકર રમ્યો છે. તેંડુલકરે પોતાના ટેસ્ટ કરિયરમાં 200 ટેસ્ટ મેચ રમી છે અને તેનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય ટેસ્ટ મેચની વાત કરીએ તો સ્પિનર લિયોનની બોલ પર પુજારા એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે માત્ર સાત જ બોલ રમ્યો હતો.

શમીનો હાહાકાર
આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 263 રન બનાવ્યા હતા. ભારતના બોલરોએ કમાલની બોલિંગ કરી હતી. ખાસકરીને શમીએ પોતાની બોલિંગથી હાહાકાર મચાવી દીધો હતો. તેણે ચાર વિકેટો લઈને હાહાકાર મચાવી દીધો હતો. અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ પોતાના નામે કરી હતી.
INDના નામે રહ્યો દિલ્હી ટેસ્ટનો પહેલો દિવસ, શમી-જાડેજા-અશ્વિનના તોફાનમાં ઉડ્યું AUS
વોર્નર ટેસ્ટમાંથી બહાર થયો
તો દિલ્હીની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક મોટો ઝટકો પણ લાગ્યો છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને ઈજા થતાં તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને માથામાં ઈજા પહોંચી હતી અને કનકશન સબ્સીટ્યુટ નિયમ હેઠળ તેના બદલે ટીમમાં મૈટ રેનશોને સામેલ કરવામાં આવ્યો છે. વોર્નરને પહેલાં જ દિવસે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરજાનો એક બોલ વાગ્યો હતો. જે બાદ સાંજે ટીમ ઈન્ડિયા બોલિંગ કરવા માટે આવી ત્યારે તે ફિલ્ડિંગના મેદાનમાં ઉતર્યો નહોતો.
Latest Cricket News And Gujarat News

Exit mobile version