પાકિસ્તાનનો વધુ એક ખેલાડી નીકળ્યો કોહલીનો ફેન, મેચ બાદ જર્સી પર લીધા ઓટોગ્રાફ - asia cup 2022 pakistan bowler haris rauf meets indian star virat kohli

પાકિસ્તાનનો વધુ એક ખેલાડી નીકળ્યો કોહલીનો ફેન, મેચ બાદ જર્સી પર લીધા ઓટોગ્રાફ – asia cup 2022 pakistan bowler haris rauf meets indian star virat kohli


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. તેમાં પાકિસ્તાન પણ પાછળ નથી. પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં પણ કોહલીના ઘણા ફેન્સ છે. આનું ઉદાહરણ એશિયા કપમાં રવિવારે પાકિસ્તાન સામે રમાયેલી મેચ બાદ જોવા મળ્યું હતું. ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો અને મેચ બાદ ઝડપી બોલર હેરિસ રૌફ વિરાટ કોહલીને મળ્યો હતો. આ મેચમાં કોહલીએ 34 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની જોડીએ ધમાકેદાર પ્રદર્શન કરતાં ટીમને વિજય અપાવ્યો હતો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં કોહલી રૌફને પોતાની જર્સી આપે છે અને તેના પર ઓટોગ્રાફ પણ આપ્યા હતા. નોંધનીય છે કે મેચના આગળના દિવસે પણ ટ્રેનિંગ સેશન દરમિયાન બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળતા જોવા મળ્યા હતા. કોહલીએ મેચ પહેલા પાકિસ્તાની સુકાની બાબર આઝમ અને ઈજાગ્રસ્ત ઝડપી બોલર શાહીન આફ્રિદી સાથે વાતચીત કરી હતી. રોહિત શર્મા પણ બાબર આઝમને મળ્યો હતો.

વિરાટ કોહલીની 100મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ હતી
પાકિસ્તાન સામેનો મુકાબલો વિરાટ કોહલી માટે ઘણો ખાસ રહ્યો હતો. આ વિરાટ કોહલીની 100મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ હતી. આ મેચ પહેલા કોહલી અને રૌફ ફક્ત એક જ વખત આમને સામને થયા હતા. ત્યારે કોહલીએ અણનમ 8 રન નોંધાવ્યા હતા. એશિયા કપમાં ભારત સામે રૌફનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું ન હતું. તેણે ચાર ઓવરમાં 35 રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો.

ભારત સામે પરાજય બાદ અખ્તરે પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી
પાકિસ્તાનના પરાજય બાદ ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ટીમ પસંદગીને લઈને આકરી પ્રતિક્રિયા આપી હતી. અખ્તરે ટીમના એપ્રોચની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું પાવરપ્લેમાં વધારે ડોટ બોલ રમવાથી ટીમને ફાયદો થવાનો નથી. તેણે ટીમની પસંદગી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે બાબર આઝમે ઓપનિંગના બદલે ત્રીજા ક્રમે આવવું જોઈએ. પોતાની યુટ્યુબ ચેનલ પર અખ્તરે કહ્યું હતું કે, જો રિઝવાન વધારે ઝડપથી નહીં રમે તો શું થશે? પ્રથમ છ ઓવરમાં 19 ડોટ બોલ હતા. જો તમે આટલા બધા ડોટ બોલ રમશો તો તમે ચોક્કસથી મુશ્કેલીમાં મૂકાશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *