હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
સ્પષ્ટ દેખાઈ વિરાટની નિરાશા
શુભમન ગિલે અંતિમ ઓવરમાં છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી અને ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી. આ છગ્ગાની સાથે આરસીબીને પણ લીગમાંથી બહાર ફેંકી હતી. આ પહેલા વિજય શંકરના કેચ લેવાના પ્રયાસમાં વિરાટ કોહલીને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જેના કારણે તે ડગ આઉટમાં જતો રહ્યો હતો. જ્યારે ગિલે સદી પૂરી કરી તો કોહલી ખુરશી પર બેસી તાળી પાડતો જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં તેના ચહેરા પર નિરાશા ફરી વળી હતી.
IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાંથી બહાર થતાં ભાવુક થયો મોહમ્મદ સિરાજ
પાણીની બોલીને પછાડી
વિરાટ કોહલીએ પોતાની ટીમની હાર બાદ નિરાશ થઈને પાણીની બોટલ પછાડી હતી. જો કે, આ નિરાશા થોડી સેકન્ડ માટે જ હતી. તે તરત ઉભો થઈને મેદાન પર ગયો હતો અને શુભમન ગિલને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તે ગુજરાત ટાઈટન્સને ખેલાડીઓ સાથે હસીને વાત કરતો દેખાયો હતો.
અનુષ્કાએ વરસાવ્યો હતો પ્રેમ
વિરાટ કોહલીએ આ મેચમાં 101 રન બનાવ્યા હતા. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે સાત સદી ફટકારનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ સતત તેની બીજી સદી હતી. આ પહેલા તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી મારી હતી. આ મેચ જોવા માટે અનુષ્કા શર્મા પણ સ્ટેડિયમમાં આવી હતી. પતિની સદી પૂરા થતાં તેણે સ્ટેન્ડ પર ઊભા થઈ ફ્લાઈંગ કિસ આપી હતી.
RCB પ્લેઓફમાંથી બહાર ફેંકાતા નવીન ઉલ હકે ફરી વિરાટ કોહલી પર સાધ્યું નિશાન
RCBની હારથી ફેન્સ પણ નિરાશ
આરસીબી ભલે અત્યારસુધીમાં એક પણ વખત ટ્રોફી ન જીત્યું હોય પરંતુ વિરાટ કોહલીના કારણે જેટલી તેની ફેન ફોલોઈંગ છે એટલી ભાગ્યે જ બીજી કોઈ ફ્રેન્ચાઈઝીની હશે. રવિવારે જ્યારે બેંગ્લોર પ્લેઓફની રેસમાંથી બહાર થયું ત્યારે ફેન્સ નિરાશ થયા હતા અને કોહલીને સપોર્ટ આપ્યો હતો. એક યૂઝરે લખ્યું હતું ‘લેજન્ડ એક ટ્રોફીને જીતવાને હકદાર તો છે જ. પરંતુ હંમેશા કોઈ ખામી રહી જાય છે’. એક યૂઝરે લખ્યું હતું ‘વિરાટ કોહલી માટે ખરાબ લાગી રહ્યું છે. તેણે પોતાનું બધું આપી દીધું પરંતુ આરસીબી આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયું’. એકે લખ્યું હતું ‘મુંબઈ ઈન્ડિયન્સનો ફેન હોવાથી ગુજરાત ટાઈટન્સની જીતથી ખુશી થઈ રહી છે. પરંતુ વિરાટ કોહલી માટે દુઃખી છું, ખબર નહીં કેમ. હું તેનો ઉદાસ ચહેરો જોઈ શકતો નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ કપ માટે વધું મજબૂત બનીને આવજે’.
‘અમારી ટીમ ફાલતુ નથી’
ફેન્સ દર વર્ષે આરસીબી પાસેથી ઘણી અપેક્ષા રાખે છે, પરંતુ ક્યારેય પણ ટીમ તેના પર ખરી ઉતરી શકી નથી. એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ કહ્યું હતું કે, ફેન્સને ફ્રેન્ચાઈઝી પાસેથી ઘણી અપેક્ષા હોય છે અને તે જ સાબિત કરે છે તેની ટીમ ફાલતુ નથી. દર વર્ષે બેંગ્લોર પર ઘણું પ્રેશર હોય છે. ઘણા મજાકમાં કહે છે, આ ટીમ ક્યારેય જીતતી નથી. જો તે ફાલતુ ટીમ હોત તો તેના આટલા ફેન્સ હોત જ નહીં.
Read latest Cricket News and Gujarati News