Today News

પત્રકારના સવાલ પર ભડક્યો લોકેશ રાહુલ, સીધા પ્રશ્નનો આપ્યો ઊંધો જવાબ – asia cup 2022 should i sit out then kl rahul when asked if virat kohli should open in t20is

પત્રકારના સવાલ પર ભડક્યો લોકેશ રાહુલ, સીધા પ્રશ્નનો આપ્યો ઊંધો જવાબ - asia cup 2022 should i sit out then kl rahul when asked if virat kohli should open in t20is


એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર લોકેશ રાહુલ સવાલોના ઘેરામાં રહ્યો છે. કંગાળ ફોર્મના કારણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તો ઈચ્છતા હતા કે રાહુલને ટીમની બહાર કરી દેવામાં આવે. ઓપનિંગમાં આમ પણ ભારતે કેટલાક વિકલ્પો અજમાવી લીધા છે અને સફળ પણ રહ્યા છે. વિરાટ કોહલીએ તો ઓપનિંગમાં આવીને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 સદી ફટકારી છે. કોહલીએ ગુરૂવારે અફઘાનિસ્તાન સામે ઓપનિંગમાં આવીને સદી ફટકારી હતી. કોહલી અગાઉ પણ ઓપનિંગમાં આવી ચૂક્યો છે. જેના કારણે હવે રાહુલ પર દબાણ વધી ગયું છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં તે કેપ્ટન હતો અને મેચ જીત્યા બાદ તે મીડિયા સાથે વાતચીત કરવા માટે આવ્યો હતો. જેમાં કેટલાક પ્રશ્નથી અકળાઈ ગયો હતો.

રાહુલને પૂછવામાં આવ્યું કે શું વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને રોહિત શર્મા સાથે ઈનિંગ્સની શરૂઆત કરવી જોઈએ. જો કોહલી ઓપનિંગમાં આવે તો રાહુલને બહાર બેસવું પડે. રાહુલે આ સવાલના જવાબમાં ઊંધો સવાલ પૂછી લીધો હતો. તેણે કહ્યું હતું, ‘તો શું હું બહાર બેસી જઉ.’ રાહુલનું માનવું છે કે કોહલીએ મોટો સ્કોર નોંધાવવા માટે ઈનિંગ્સની શરૂઆત કરવાની જરૂર નથી. પરંતુ આ વાતને અવગણી શકાય નહીં કે જ્યારે ટીમનો સર્વશ્રેષ્ઠ બેટર રન નોંધાવે છે તો તેનાથી ટીમનું મનોબળ પણ વધે છે.

રાહુલે કહ્યું હતું કે ચોક્કસથી વિરાટ કોહલીનું મોટી ઈનિંગ્સ રમવી ટીમ માટે ફાયદાકારક છે અને જે રીતે તેણે અફઘાનિસ્તાન સામે ઈનિંગ્સ રમી તે જોઈને મને લાગે છે કે તે ઘણો ખુશ હશે. જો તમે બે-ત્રણ સારી ઈનિંગ્સ રમો છો તો તમારો આત્મવિશ્વાસ વધે છે. તમે વિરાટ કોહલીને જાણો છો. તમે વર્ષો સુધી તેને રમતો જોઈ રહ્યા છો. એવું નતી કે તેણે ઈનિંગ્સની શરૂઆત કરીને સદી ફટકારી છે. તે ત્રીજા ક્રમે બેટિંગમાં આવે છે ત્યારે પણ તેણે સદી ફટકારી છે. પ્રત્યેક ખેલાડીને પોતાની ભૂમિકા હોય છે.

તેણે કહ્યું હતું કે, ચોક્કસથી વિરાટ કોહલીની ઉજવણી કરવું રાહત ભરેલું હતું. તેની માનસિક સ્થિતિ, વલણ કે કામ કરવાની રીત બદલાઈ ન હતી. તે જે રીતે મેચની તૈયારીઓ કરતો હતો તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો ન હતો. તેણે આજે જે પ્રકારની ઈનિંગ્સ રમી તેનાથી ડ્રેસિંગ રૂમમાં કોઈને પણ આશ્ચર્ય થયું નથી. મને વિશ્વાસ છે કે આનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે.

Exit mobile version