Today News

ના રૂપિયા, ના મોબાઈલ… 8 મહિના વિદેશમાં ફસાયેલી રહી, જાણો કોણ છે દુનિયા જીતનારી ચનંબમ – teenager linthoi chanambam becomes first indian ever to win gold in judo world champion in any age group

ના રૂપિયા, ના મોબાઈલ... 8 મહિના વિદેશમાં ફસાયેલી રહી, જાણો કોણ છે દુનિયા જીતનારી ચનંબમ - teenager linthoi chanambam becomes first indian ever to win gold in judo world champion in any age group


વર્ષ 2019ના અંતમાં ચીનમાં કોરોનાનો પ્રારંભ થયો હતો. જ્યારે માર્ચ 2021 આવતા સુધીમાં તો કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. માર્ચ મહિનામાં જ જ્યોર્જિયાની રાજધાની તિબ્લિસીમાં જૂડો ઈન્ટરનેશનલ ગ્રાન્ડ પ્રિક્સ રમાવાની હતી. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલાડીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારે જ વિશ્વમાં લોકડાઉન લાગી ગયું. પછી ટુર્નામેન્ટ રદ કરવી પડી. બધુ બંધ થઈ ગયું. ફ્લાઈટો રદ થઈ ગઈ. ત્યારે 13 વર્ષીય જૂડોકા લિન્થોઈ ચનંબમ (Linthoi Chanambam) પોતાના સાથી ખેલાડી દેવ થાપા અને જસલીન સૈની સાથે ત્યાં ફસાઈ ગઈ અને તેમની પાસે રૂપિયા પણ ન હતા.

ત્યાં તેમની પાસે ફોન પણ ન હતો. ઘરે માતા-પિતા સાથે વાતચીત થઈ શકતી ન હતી. લિન્થોઈ ચનંબમને ખબર પણ ન હતી કે તે ક્યારે પોતાના દેશ પરત ફરી શકશે. જોકે, ત્યારે એન્ટ્રી થાય છે મામુકા કિજિલાશવિલીની જેમની ગણના જ્યોર્જિયાના ટોચના જૂડો કોચમાં થાય છે. તેમણે ભારતીય ખેલાડીઓ માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા એટલું જ નહીં પરંતુ તેમને ટ્રેનિંગ પણ આપી. તેમણે કામ શોધવા માટે ભારતીય ખેલાડીઓની મદદ પણ કરી હતી. લિન્થોઈ ચનંબમ આઠ મહિના સુધી જ્યોર્જિયામાં રહી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઈતિહાસ
હવે 2022માં આ જ લિન્થોઈ ચનંબમે ઈતિહાસ રચી દીધો છે. 15 વર્ષીય ચનંબમે બોસ્નિયા-હર્ઝગોવિનાના સારાજેવોમાં વર્લ્ડ કેડેટ જૂડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે કોઈ પણ એજ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ જૂડો ખેલાડી છે. ફાઈનલમાં મણિપુરની ચનંબમે બ્રાઝિલની બિયાંકા રેસને પરાજય આપ્યો હતો. તેણે આ મેડલ 57 કિલો વર્ગમાં જીત્યો છે.

લિન્થોઈનો જન્મ મણિપુરના ઈમ્ફાલમાં રહેતા એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા અને કાકાને સ્પોર્ટ્સમાં ઘણી રૂચી હતી. તેથી શરૂઆતથી જ તેમણે લિન્થોઈને રમતમાં આગળ વધવા માટે પ્રેરિત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ઘરે તેની સાથે છોકરા જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.

આ પહેલા પણ લિન્થોઈ ચનંબમે પોતાની નાનકડી કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ મેળવી હતી. 2021માં તેણે નેશનલ કેડેટ જૂડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 2022 એશિયન કેડેટ અને જૂડો જૂનિયર ચેમ્પિયનશિપમાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયા-ઓસેનિયા કેડેટ ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

Exit mobile version