તેણે પોતાની ફિટનેસના કારણે આજે ફરીથી પોતાનું જૂનું સ્થાન મેળવી લીધું છે. તેણે 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને બાદમાં 17 બોલમાં તાબડતોબ 33 રન ફટકાર્યા હતા. જેમાં વિજયી સિક્સર પણ સામેલ હતી. તેણે પોતાની ફિટનેસને શ્રેય આપ્યો છે. દેખાવમાં હાર્દિક પંડ્યા ઘણો પાતળો છે પરંતુ જ્યારે તે શોટ મારે છે ત્યારે તેના શોટમાં જબરદસ્ત તાકાત જોવા મળે છે. તો આવો જાણીએ કેવી રીતે તે આ તાકાત મેળવે છે અને કેવા પ્રકારનું વર્ક આઉટ કરે છે.
વોર્મ અપઃ વોર્મ અપ અંગે ભાગ્યે જ કોઈ અજાણ હશે. કોઈ પણ કસરત કરતા પહેલા સ્નાયુઓને ખોલવા તેને વોર્મ અપ કહે છે. તેનાથી તમે ઈજાથી બચી શકો છો અને ઝડપથી કામ કરી શકો છો. વોર્મ અપથી તમારું શરીર પણ ફ્લેક્સિબલ બને છે.
લંજીસઃ આ શરીરના નીચેના ભાગની ખાસ કરીને કમરથી નીચેના ભાગના શરીરની કસરત હોય છે જે તમારા પગને શક્તિશાળી બનાવે છે. કોઈ પણ ઈજામાંથી મુક્ત થવા માટે આ શ્રેષ્ઠ કસરત છે. લંજીસને કેટલબોલ, સ્ટેટિક લંજીસ, સ્ટેબિલિટી બોલ સાથે કરી શકાય છે અને એબ્ડોમિનલ, સાઈડ અને લેટરલ લંજીસ પર કામ કરવા માટે કમર પર ટ્વિસ્ટ કરીને પોતાની હેમસ્ટ્રિંગ અને ઈનર થાઈ પર પણ કામ કરી શકાય છે. તેનાથી બોડી ટોન થાય છે.
કેટલબેલ સ્વિંગ (Kettlebell Swing)
વ્યાયામ મુદ્રાને વધરાવા ઉપરાંત, ઉપરની પીઠની સાથે સાથે પકડની તાકાતમાં પણ સુધારો કરે છે. પંડ્યાના વર્કઆઉટની સૌથી મહત્વની એક્સરસાઈઝ છે લેગ સ્ક્વોટ્સ. પંડ્યા જિમમાં રોજ મોટા રોડ અને ભારે પ્લેટ સાથે તે વર્કઆઉટ કરે છે.
હર્ડલ ડ્રિલ્સ (Hurdle Drills) : મુખ્ય શક્તિમાં સુધારો કરવા, ગતિશીલતાને સુવિધાજનક બનાવવા અને શરીરના સમન્વયમાં સુધાર કરવામાં મદદ કરે છે. આવી હાઈ-ઈન્ટેન્શનવાળા વર્કઆઉટ ઉપરાંત પંડ્યા પોતાના ડાયટ મામલે પણ ઘણો ચુસ્ત છે. તે ફક્ત તાજા અને સિઝનલ શાક, ફળ અને ઓછા ફેટવાળા ડેરી પ્રોડક્ટ્સ ખાય છે. હાર્દિક સંતુલિત આહારમાં વિશ્વાસ રાખે છે.