Chetan Sharma sting operation: ચેતન શર્માના સ્ટિંગ ઓપરેશન બાદ ટીમ ઈન્ડિયામાં હાહાકાર મચી ગયો હતો. સ્ટિંગ ઓપરેશનના વિવાદ બાદ ચેતન શર્માએ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારે હવે તેમના ઉત્તરાધિકારીની તપાસ ચાલુ છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શિવસુંદર દાસને આ કમાન સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ચેતન શર્મા સ્ટિંગ ઓપરેશનમાં એવું કહેતા નજરે પડ્યા હતા કે, ભારતીય ક્રિકેટરો ફેક ઈન્જેક્શન લઈને રમે છે.