Today News

છેલ્લા છ મહિનામાં બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ, બોલિવુડ મૂવીઝ કરતાં પણ વધુ કમાણી કરી! – gujarati film industry has done far better than bollywood in past six months

છેલ્લા છ મહિનામાં બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ, બોલિવુડ મૂવીઝ કરતાં પણ વધુ કમાણી કરી! - gujarati film industry has done far better than bollywood in past six months


મહામારીના કારણે છેલ્લા બે વર્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઠીક રહ્યા હતા. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી કમાણી ડી-ટાઉને મજબૂત કમબેક કર્યું છે. છેલ્લા છ મહિનામાં બોલિવુડની ફિલ્મનું પ્રદર્શન બોક્સઓફિસ પર નબળું રહ્યું છે એવામાં ગુજરાતી ફિલ્મો વધુમાં વધુ દર્શકોને આકર્ષી શકી છે અને સારો કહી શકાય તેવો વકરો કર્યો છે. ગત મહિને રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિનની રજાઓના લીધે લોન્ગ વીકએન્ડ આવ્યો હતો એ દરમિયાન પણ બોલિવુડની ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોને વધુ દર્શકો મળ્યા હતા. આ બાબતને ઢોલિવુડ અને ફિલ્મ એક્ઝિબિટર્ઝ પોઝિટિવ સંકેત તરીકે જોઈ રહ્યા છે. હવે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે તેમને અપેક્ષા છે કે, ફિલ્મો ખાસ કરીને દિવાળીમાં વધુ સારી કમાણી કરશે.

ડાયરાની ‘શાન’ બની ગયેલો કમો કોણ છે? કીર્તિદાન ગઢવીની એક નજર પડી ને બદલાઈ ગઈ તેની જિંદગી

ફેસ્ટીવ વીકએન્ડમાં ગુજરાતી ફિલ્મોએ કરી સારી કમાણી

મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલ ઈન્ડસ્ટ્રી ફેસ્ટિવ સીઝન દરમિયાન બોલિવુડ પાસેથી અપેક્ષા રાખીને બેઠી હતી. પરંતુ ફેસ્ટિવ વીકએન્ડ વખતે હિન્દી ફિલ્મોનો વકરો જોઈએ તેવો ના થતાં આશા ઠગારી નીવડી. ફેસ્ટિવ વીકએન્ડ પર સૌના આશ્ચર્યની વચ્ચે ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું ધૂમ વેચાણ થતાં ફિલ્મ એક્ઝિબિટરોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના એક મલ્ટીપ્લેક્સના મેનેજર નીરજ આહુજાએ કહ્યું, “બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મો કરતાં પણ કેટલીક ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે અને આ અમારા માટે આશ્ચર્યની વાત છે. બોલિવુડ કરતાં ગુજરાતી ફિલ્મોમાં 35 ટકા વધારે ધસારો જોવા મળ્યો હતો. આવું જવલ્લે જ બનતું હોય છે.”

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 16 વર્ષ બાદ કેમ છોડ્યું રાજકોટ? અમદાવાદને બનાવ્યું નવું ઠેકાણું

ડિસ્ટ્રીબ્યૂટરોમાં પણ આનંદની લાગણી

આ ટ્રેન્ડ જોઈને ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યૂટરોમાં પણ આનંદની લાગણી છે. રાજ્યમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિસ્ટ્રીબ્યૂટર વંદન શાહે જણાવ્યું, “બોલિવુડની ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે તે એક પ્રકારે ગુજરાતી ફિલ્મો માટે આશીર્વાદ સમાન છે. છેલ્લા છ મહિનામાં જેટલી પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે તેણે બોક્સઓફિસ પર સારો વકરો કર્યો છે અને અમને અપેક્ષા છે કે દિવાળીની સીઝન પણ અમારા માટે સારી રહેશે.”

યશ સોની પણ ખુશ

મહામારી પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ઢોલિવુડે ધીમી શરૂઆત કરી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, દમદાર રિકવરી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ સુધર્યો છે ત્યારે તેમને આશા છે કે, આગામી સમયમાં હજી પણ વેગ મળશે. એક્ટર યશ સોનીની બેક-ટુ-બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે ગતિએ કમાણી કરી રહી છે તે જોઈને તે ખુશ છે. તેણે કહ્યું, “અમારી ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના ખરેખર સારા રહ્યા છે અને ફિલ્મોએ સારી કમાણી કરી છે. બોલિવુડ કરતાં પણ અમારી ફિલ્મો સારું કમાઈ છે. આ ખૂબ સારા સંકેત છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ખાસ્સું નુકસાન વેઠ્યું છે. અમારી ઈન્ડસ્ટ્રીનો દારોમદાર માત્ર બોક્સઓફિસ પર છે ત્યારે ફિલ્મોની સારી કમાણી સરસ સંકેત છે.”

કિંજલ રાજપ્રિયાએ શું કહ્યું?

ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અન્ય લોકોનું પણ માનવું છે કે પરિસ્થિતિનો લાભ લઈને ઢોલિવુડે વધુને વધુ ફિલ્મો રિલીઝ કરવી જોઈએ. હાલ બોલિવુડની ધ્યાન ખેંચી શકે તેવી કોઈ ફિલ્મો આવી નથી રહી ત્યારે લોકો મનોરંજન માટે વિકલ્પો શોધી રહ્યા છે. “ઈન્ડસ્ટ્રીએ યોગ્ય સ્લોટ, રિલીઝ ડેટ વગેરે માટે લાંબી રાહ ના જોવી જોઈએ. આપણે ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી દેવું જોઈએ કારણકે દર્શકો સારું કન્ટેન્ટ જોવા માગે છે. મને ખાતરી છે કે જો આવું કરીશું તો આપણી ઈન્ડસ્ટ્રીને લાભ થશે જ”, તેમ એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયાએ જણાવ્યું.

બ્લેક બ્લેઝર, AA લખેલું બ્રોચ અને પોની ટેલ…’પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુનનો અવોર્ડ શોમાં ક્લાસી લૂક

Exit mobile version