Today News

ગ્રીસમાં પત્ની Natasa Stankovic સાથે રોમેન્ટિક થયો Hardik Pandya, દીકરાએ કેમેરા સામે જોઈ આપ્યા અજીબ એક્સપ્રેશન – hardik pandya shares some beautiful pictures with natasa stankovic and agastya from greece vacation

ગ્રીસમાં પત્ની Natasa Stankovic સાથે રોમેન્ટિક થયો Hardik Pandya, દીકરાએ કેમેરા સામે જોઈ આપ્યા અજીબ એક્સપ્રેશન - hardik pandya shares some beautiful pictures with natasa stankovic and agastya from greece vacation


સરેબિયન એક્ટ્રેસ મોડલ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) હંમેશા દીકરા અગસ્ત્ય (Agastya Pandya) સાથે ક્રિકેટર-પતિ હાર્દિક પંડ્યાને (Hardik Pandya) તેની ક્રિકેટ ટુરમાં કંપની આપે છે. પરંતુ હાલમાં જ્યારે ટીમ ઈન્ડિયાની વેસ્ટ ઈન્ડિઝ સામે T-20 સીરિઝની પાંચ મેચ રમાઈ ત્યારે તે તેની સાથે નહોતી ગઈ. આ દરમિયાન તે અગસ્ત્યને લઈને સરેબિયામાં રહેતા તેના માતા-પિતાના ઘરે વેકેશન માટે ગઈ હતી અને ત્યાં જ દીકરાનો બીજો બર્થ ડે ઉજવ્યો હતો. હાલ ભારતીય ટીમ આરામ પર છે ત્યારે હાર્દિક પંડ્યા તે તકનો લાભ લઈને પત્ની અને દીકરાને મળવા પહોંચી ગયો હતો. ત્રણેય હાલ પરિવારના કેટલાક સભ્યો સાથે ગ્રીસના સેન્ટોરિનીમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી રહ્યા છે.

ઝિમ્બાબ્વે સીરિઝ માટે મોટો ફેરફાર, રાહુલ ફિટ થઈ જતા ધવને છોડવી પડી કેપ્ટનશિપ

હાર્દિક પંડ્યાએ પત્ની-દીકરા સાથે પસાર કર્યો સમય


હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી તસવીરોમાં તે પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહ્યો છે અને તેણે ગોગલ્સ પહેરીને રાખ્યા છે. બીજી તસવીરમાં તેની સાથે નતાશા અને અગસ્ત્ય છે, જે કેમેરા સામે જોઈને હસી રહ્યો છે. તે પછીની તસવીરમાં પતિ-પત્ની રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. આ સાથે તેણે લખ્યું છે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન સેન્ટોરિની’.

પત્ની અને દીકરાને હાર્દિક પંડ્યાએ ગણાવી ‘દુનિયા’


આ સિવાય ઓલરાઉન્ડર ક્રિકેટરે વધુ એક તસવીર શેર કરી છે, જેમાં હાર્દિક અને નતાશાને અગસ્ત્યનો હાથ પકડીને ચાલતા જોઈ શકાય છે. બંને કોઈ વાત પર હસી રહ્યા છે જ્યારે તેના દીકરાનું ધ્યાન બીજે જ છે. આ સાથે તેણે લખ્યું છે ‘મારી દુનિયા’.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની MI એમિરેટ્સ અને MI કેપટાઉન ટીમના બ્રાન્ડ નેમ જાહેર કર્યા

‘વોટર બેબી’ છે નતાશા સ્ટેનકોવિક


નતાશા સ્ટેનકોવિક ‘વોટર બેબી’ છે અને તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તે વાતની સાબિતી છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરની મોનોકિનીમાં તસવીર શેર કરી છે, તેની સાથે પતિ હાર્દિક પણ છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘અમે’, સાથે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે.

ગ્રીસ વેકેશનની તસવીરો


આ સિવાય કપલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ ગ્રીસના વેકેશનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક ક્લિપમાં હાર્દિક પત્નીની ડિશમાંથી કંઈક ખાઈ રહ્યો છે, એક તસવીરમાં કપલ સેલ્ફી લેતું દેખાઈ રહ્યું છે. તો એકમાં હાર્દિક દીકરા સાથે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહ્યો છે.

પ્રોફેશનલ ડ્યૂટીમાં વ્યસ્ત થઈ જશે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા ફરીથી તેની પ્રોફેશનલ ડ્યૂટીમાં વ્યસ્ત થઈ જશે. 18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાની ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાવાની છે. જેની કપ્તાની કે.એલ. રાહુલ કરશે જ્યારે શિખર ધવનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.



Exit mobile version