Today News

ગુજરાતી ફિલ્મ Fakt Mahilao Mateમાં જોવા મળશે Amitabh Bachchan, Yash Soniએ વર્ણવ્યો તેમની સાથે શૂટિંગ કરવાનો અનુભવ – amitabh bachchan to do cameo in yash soni and deeksha joshi starrer gujarati film fakt mahilao mate

ગુજરાતી ફિલ્મ Fakt Mahilao Mateમાં જોવા મળશે Amitabh Bachchan, Yash Soniએ વર્ણવ્યો તેમની સાથે શૂટિંગ કરવાનો અનુભવ - amitabh bachchan to do cameo in yash soni and deeksha joshi starrer gujarati film fakt mahilao mate


ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે. ઈન્ડસ્ટ્રીમાં અત્યારે એવી ફિલ્મો બનવા લાગી છે જેને રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી રહી છે, બોલિવુડના એક્ટર પણ સારી સ્ક્રિપ્ટ મળે તો ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. લેટેસ્ટ ખબર પ્રમાણે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) યશ સોની (Yash Soni) અને દીક્ષા જોશી (Deeksha Joshi) સ્ટારર અપકમિંગ ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં (Fakt Mahilao Mate) કેમિયો કરતાં જોવા મળવાના છે. ફેમિલી ડ્રામા તેવી આ ફિલ્મમાં બીગ બી રિજનલ એક્ટર્સ, જેઓ લીડ રોલમાં છે તેમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતાં દેખાશે. મેકર્સના જણાવ્યા પ્રમાણે એક્ટર ફિલ્મમાં મહત્વના રોલમાં છે.

જાનકી બોડીવાલા સાથેના અફેર વિશે યશ સોનીએ કર્યો ઘટસ્ફોટ, જાણીને તૂટી ગયું ફેન્સનું દિલ
ફિલ્મમાં લેજન્ડ સાથે શૂટિંગ કરવાના અનુભવ વિશે વાત કરતાં યશ સોનીએ જણાવ્યું હતું કે, ‘આપણે સૌ ઓનસ્ક્રીન તેમની પર્સનાલિટી અને ઓફસ્ક્રીન તેઓ પોતાને જે રીતે સંભાળે છે તે જોઈને મોટા થયા છીએ. તેમની સાથે સીન શૂટ કરવા તે અદ્દભુત લાગણી હતી. તેમની પર્સનાલિટી એટલી ચાર્મિંગ છે કે તમે તેમનાથી પ્રભાવિત થઈ જાય છો. મારા શોટ વખતે મેં જ્યારે તેમની આંખમાં જોયું ત્યારે બધું જ ભૂલી ગયો હતો. તે મારા માટે એક અદ્દભુત ક્ષણ હતી’.

એક્ટરે કહ્યું હતું કે, તેમના જેવા લેજન્ડનું સેટ પર હોવું તે લોકોનો નર્વસ કરી દે છે, તો બીજી તરફ બિગ બીએ શૂટિંગ દરમિયાન ખૂબ મજા કરી હતી. ‘શૂટ પર તે ફન ડે હતો. સર ખૂબ જ સારા મૂડમાં હતા અને શોટ્સની વચ્ચે અમને જોક્સ કહેતા રહેતા હતા. અમે ઘણી મસ્તી કરી હતી. આ મારા જીવનનો યાદગાર દિવસ રહેશે’, તેમ યશ સોનીએ ઉમેર્યું હતું.

Neha Kakkadએ ગુજ્જુ ફેન્સને આપી સરપ્રાઈઝ, Yash Soniની ફિલ્મ Chaal Jeevi Laiyeનું પોપ્યુલર સોન્ગ ગાયું
આટલા મોટા સ્ટારને ફિલ્મમાં કાસ્ટ કરવા તે સરળ વાત નહીં હોય. વિશાલ શાહ, જેઓ ફિલ્મ સાથે નજીક સંકળાયેલા છે તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે અમે કેમિયો માટે અમિતાભ સરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તરત જ હા પાડી દીધી હતી. તેમને ફિલ્મનો કોન્સેપ્ટ ગમ્યો હતો અને તેમની હાજરી અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે. આ ઈન્ડસ્ટ્રી માટે પણ મહત્વનું રહેશે અને તે ઢોલીવુડ પ્રત્યેનું ધ્યાન ખેંચશે’.

યશ સોનીએ થોડા દિવસ પહેલા જ અમિતાભ બચ્ચન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લખ્યું હતું ‘શું કોઈ પ્લીઝ મને ચૂંટી ખણી શકે છે? અમિતાભ બચ્ચન સર સાથે અપકમિંગ ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં સ્ક્રીન શેર કરી રહ્યો છું, 19 ઓગસ્ટ 2022એ રિલીઝ થઈ રહી છે’.

દિક્ષા જોશીએ પણ અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘કોઈ મને ચૂંટી ખણશો કારણ કે આ ફોટોશોપ્ડ નથી!!! લેજન્ડ શ્રી અમિતાભ બચ્ચન સર સાથે અમને શૂટ કરવાની તક મળી તે માટે કૃતજ્ઞ છીએ’.

Exit mobile version