ઉર્વશીની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પછી નસીમ શાહને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. જો કે, હવે નસીમે ઉર્વશી વિશે એવું નિવેદન આપ્યું છે, જે ચોક્કસપણે ઉર્વશીને ગમશે નહીં. હકીકતમાં નસીમ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે કહે છે કે, મને ખબર નથી કે ઉર્વશી કોણ છે, અને તેણે કયો વીડિયો મૂક્યો હતો.
આ વીડિયોમાં નસીમ કહે છે, મને આવું કંઈ ખબર નથી, હું મેદાનમાં રમું છું. આ રીતે લોકો આ તમામ વીડિયો મોકલતા રહે છે. જે પણ આવે છે તે તેમની કૃપા છે કે તેઓ સ્ટેડિયમમાં આવીને મેચ જુએ છે. તમને જે ગમે છે તે મારા માટે સારી વાત છે. મારા માટે કોઈ આવે તો, હું કયા આકાશમાંથી આવ્યો છું? મારામાં એવું કંઈ ખાસ નથી.’
તેણે કહ્યું, ‘મને ખબર નથી કે, ઉર્વશી કોણ અને શું છે. વિડિયો ક્યાંથી આવ્યો તે મને ખબર નથી. મારી પાસે આ બધી વસ્તુઓ માટે કોઈ પ્લાન નથી. હું અત્યારે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.
તમને જણાવી દઈએ કે માત્ર ઉર્વશી જ નહીં, ભારતની બોલિવૂડ એક્ટ્રેસ સુરભી જ્યોતિએ પણ નસીમ માટે પોતાના દિલની વાત કરી હતી. સુરભીએ ટ્વીટ કરીને નસીમ માટે લખ્યું, ‘પાકિસ્તાનને હવે ચોક્કસપણે એક હીરો મળી ગયો છે.’ સુરભી જ્યોતિની આ ટ્વીટ નસીમ માટે પોતાની દિલની વાત લખતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. એટલું જ નહીં, સુરભી જ્યોતિનું આ ટ્વીટ પણ પાકિસ્તાની મીડિયામાં સતત સમાચારોમાં રહ્યું છે.