આવી ગયું ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'નું ટ્રેલર, પેટ પકડીને હસી પડશો - official trailer of fakt mahilao maate released

આવી ગયું ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’નું ટ્રેલર, પેટ પકડીને હસી પડશો – official trailer of fakt mahilao maate released


અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ (FAKT MAHILAO MAATE)નું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે આ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવી રહેલો એક્ટર યશ સોનીને એવી શક્તિ મળે છે કે તે છોકરીઓના મનની વાત સાંભળી શકે છે. એટલે કે છોકરીઓ મનમાં શું વિચારે છે અને મનમાં શું બોલે છે તે સાંભળી-જાણી લેવાની શક્તિ એક્ટર યશ સોની પાસે આવી જાય છે. જય બોડાસ ડિરેક્ટેડ આ ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. ‘ફક્ત મહિલાઓ માટે’માં મહાનાયક અમિતાભ બચ્ચન પણ કેમિયો રોલ કરતા જોવા મળશે.


આનંદ પંડિતના પ્રોડક્શન હેઠળ બની રહેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ (Fakt Mahilao Mate)માં અમિતાભ બચ્ચન એક્ટિંગ કરતા જોવા મળશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રોડ્યુસરે જણાવ્યું કે, ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓને મારામાં વિશ્વાસ છે માટે તેઓ આ ફિલ્મ કરશે. અમિતાભ બચ્ચન પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.

આનંદ પંડિતે વધુમાં જણાવ્યું કે તેમણે ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં કેમિયો કરવા બદલ કોઈ ફી લીધી નથી. આ જાણીને હું અભિભૂત થઈ ગયો કારણકે માત્ર અમારી મિત્રતાને લીધે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં કેમિયો રોલ કરવા માટે હા પાડી દીધી. તેમજ અમિતાભ બચ્ચન કેમિયો રોલ કરવા માટે કોઈ ફી નહીં લે. તેમણે આ ફિલ્મમાં ગુજરાતી કલાકારો સાથે પરફોર્મ કર્યું છે.

ફિલ્મમાં લેજન્ડ સાથે શૂટિંગ કરવાના અનુભવ વિશે વાત કરતાં યશ સોનીએ જણાવ્યું હતું કે, ‘આપણે સૌ ઓનસ્ક્રીન તેમની પર્સનાલિટી અને ઓફસ્ક્રીન તેઓ પોતાને જે રીતે સંભાળે છે તે જોઈને મોટા થયા છીએ. તેમની સાથે સીન શૂટ કરવા તે અદ્દભુત લાગણી હતી. તેમની પર્સનાલિટી એટલી ચાર્મિંગ છે કે તમે તેમનાથી પ્રભાવિત થઈ જાઓ છો. મારા શોટ વખતે મેં જ્યારે તેમની આંખમાં જોયું ત્યારે બધું જ ભૂલી ગયો હતો. તે મારા માટે એક અદ્દભુત ક્ષણ હતી’. એક્ટરે કહ્યું હતું કે, તેમના જેવા લેજન્ડનું સેટ પર હોવું તે લોકોનો નર્વસ કરી દે છે, તો બીજી તરફ બિગ બીએ શૂટિંગ દરમિયાન ખૂબ મજા કરી હતી. ‘શૂટ પર તે ફન ડે હતો. સર ખૂબ જ સારા મૂડમાં હતા અને શોટ્સની વચ્ચે અમને જોક્સ કહેતા રહેતા હતા. અમે ઘણી મસ્તી કરી હતી. આ મારા જીવનનો યાદગાર દિવસ રહેશે’, તેમ યશ સોનીએ ઉમેર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *