Today News

આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી : યલો અને ઓરેંજ એલર્ટ જાહેર, આટલા જિલ્લાઓ સાવધાન

meteorological department, RAIN FORECAST, RAIN IN GUJARAT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન આગાહી, હવામાન વિભાગ



ગુજરાતમાં સતત છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. અને રાતમાં મેઘરાજા દિલ ખોલીને વરસી રહ્યા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ આગામી મંગળવારના પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મંગળવારના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય બુધવારના 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

તેની સાથે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવાની સાથે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.

16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Exit mobile version