Today News

અમદાવાદને જ બધી મહત્ત્વની ક્રિકેટ મેચ કેમ ફાળવાય છે, કેરળને કેમ નહીં? શશી થરૂરે સવાલ ઉઠાવ્યા – cricket world cup 2023 ahmedabad becoming cricket capital of india shashi tharoor

Shashi Twitt


Cricket Match in Ahmedabad: અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયું ત્યારથી તમામ મહત્વની ટુર્નામેન્ટ અને મેચ માટે અમદાવાદને પ્રાથમિકતા મળી રહી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયું તે અગાઉ દેશમાં મહત્ત્વની ક્રિકેટ મેચ માટે કોલકાતાના ઈડન ગાર્ડનની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ હવે અમદાવાદ બધી જગ્યાએ પ્રમોટ થઈ રહ્યું છે તેવી ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે (Shashi Tharoor) કરી છે. તેમણે આ વિશે ટ્વિટ કરી છે.

શશી થરૂરે તેમની ટ્વિટમાં જણાવ્યું કે, “કેરળમાં થિરુવનંતપુરમના મેદાનને ઘણા લોકો ભારતનું સૌથી બેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ ગણે છે, પરંતુ World Cup 2023ની એક પણ મેચ આ સ્ટેડિયમને આપવામાં નથી આવી તે જોઈને નિરાશા થાય છે. હવે અમદાવાદ નવું ક્રિકેટ કેપિટલ બની રહ્યું છે. કેરળને એક પણ ક્રિકેટ મેચ કેમ નથી આપવામાં આવી?”

શશી થરૂરની ટ્વિટ

ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે જેમાં સૌથી પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ ઉપરાંત ફાઈનલ મેચ માટે પણ અમદાવાદની પસંદગી થઈ છે. India-Pakistan ની હાઈ વોલ્ટેજ મેચ પણ અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. જેના કારણે શશી થરૂર માને છે કે અમદાવાદને વધારે હાઈલાઈટ કરવામાં આવી રહ્યું છે અને બીજા રાજ્યોની ઉપેક્ષા થઈ રહી છે.

Eden Gardensને સાઈડલાઈન કરી દેવાયું?
અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમની કેપેસિટી અત્યારે વિશ્વમાં સૌથી વધારે છે. અમદાવાદ અગાઉ કોલકાતાનું ઇડન ગાર્ડન આવી મહત્ત્વની મેચ માટે પસંદ કરવામાં આવતું હતું જેની કેપેસિટી 60થી 70 હજાર પ્રેક્ષકોની છે. હવે અમદાવાદ સ્ટેડિયમ વિશ્વની સૌથી સારી ફેસિલિટી ધરાવે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્તમાન સરકાર પણ એવા પ્રયાસ કરે છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સૌથી મહત્ત્વની મેચિસ મળે.

IPL વખતે ડ્રેનેજ સિસ્ટમમાં ખામી દેખાઈ
જોકે, તાજેતરમાં IPLની ફાઈનલ વખતે અમદાવાદના સ્ટેડિયમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કેટલીક ખામીઓ નજરે ચઢી હતી. ફાઈનલની મેચમાં ભારે વરસાદ પડ્યો ત્યારે તેના નિકાલની વ્યવસ્થામાં ખામી જોવા મળી હતી અને હેરડ્રાયરથી મેદાનને સૂકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદના સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ અંગે સવાલ પેદા થયા હતા. તેમ જ વરસાદ વખતે કેટલીક જગ્યાએ છાપરું લિકેજ હોવાથી હજારો રૂપિયાની ટિકિટ ખરીદીને આવેલા દર્શકો પલળી ગયા હતા. મેદાનમાં પાણી ભરાઈ ગયું ત્યારે તેને સૂકવવા માટે કપડાનો ઉપયોગ કરીને તેને બાલ્દીમાં નીચોવવામાં આવતા હતા. તેના પરથી એવી ટીકા થઈ છે કે સ્ટેડિયમને બનાવવા માટે જે ખર્ચ થયો છે તે પ્રમાણમાં આધુનિક સુવિધા ઉભી નથી કરાઈ.

આઈપીએલની મેચ વખતે મેદાનને સૂકવવામાં તકલીફ પડી ગઈ હતી.

ધર્મશાળાને 5 મેચ, કેરળને એક પણ નહીં
મહત્ત્વના સ્ટેડિયમની વાત કરવામાં આવે તો ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ધર્મશાલાને પણ પાંચ મેચ આપવામાં આવી છે ત્યારે કેરળને ઓછામાં ઓછી એક મેચ આપવાની જરૂર હતી તેમ ઘણા લોકો માને છે. અગાઉ વર્લ્ડ કપની મેચિસ ઘણા સ્ટેડિયમમાં યોજાતી હતી પરંતુ હવે બધી મેચ માત્ર 10 સ્ટેડિયમ પૂરતી સિમિત કરી દેવામાં આવી છે. એક વેન્યુને પાંચ મેચ આપવામાં આવે તેના કરતા અલગ અલગ સ્ટેડિયમને બે-ત્રણ મેચ આપવી જરૂરી હતી તેવું પણ ક્રિકેટ ચાહકો માને છે.

Exit mobile version